અમેરિકાના વિસ્કોન્સિનમાં જર્મન ખ્રિસ્તી અંતિમવાદીઓ ભારતના વેપારી સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને હેરાન કરે છે

વિસ્કોન્સિનના શેવાનોમાં સામંતા રૉય ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજી – એસઆઈએસટી સાથે સંકળાયેલો કોઈપણ લોકો ગમેત્યારે જર્મન લ્યૂથરન અંતિમવાદીઓ દ્વારા હેરાનગતિ અને ધાકધમકીનો ભોગ બની શકે છે. તેનું તાજું ઉદાહરણ હજુ હમણાં જ, 2017ની 20 સપ્ટેમ્બરે રાત્રે આશરે 10.30 વાગ્યે જોવા મળ્યું.

એસઆઈએસટી-ના ચાર કર્મચારી તેમનો સ્ટોર બંધ કરી ઘર તરફ જવા નીકળ્યા અને તેમની કાર શેવાનોનાં પોલીસ અધિકારી હૈદી કાર્ટરાઈટે આંતરી. આ મહિલા પોલીસ અધિકારી કાર્ટરાઈટે ધાકધમકીભરી રીતે કારમાં બેઠેલા પ્રત્યેકના ચહેરા ઉપર ટોર્ચનો પ્રકાશ ફેંક્યો અને પછી ડ્રાઈવરનું લાઈસન્સ માગ્યું. ડ્રાઈવરે તેમને લાઈસન્સ સોંપ્યું એટલે તે એ લઈને પોતાની કાર તરફ ચાલવા લાગ્યાં. થોડી મિનિટ પછી પરત ફર્યાં અને કારમાં બેઠેલા દરેકને સંબોધીને કહ્યું કે, તેમનું વાહન શંકાસ્પદ લાગ્યું તેથી તેમણે કાર આંતરી.

આ કારનાં મહિલા ડ્રાઈવરે કહ્યું કે પોતે ઘણાં વર્ષથી આ જ રસ્તા ઉપર, આ જ સમયે પસાર થાય છે. આજે પણ એ જ ક્રમમાં જઈ રહ્યાં છે, કશું જ નવું નથી.

સાચી વાત તો એ છે કે 70 વર્ષ કરતાં વધુ વય ધરાવતાં આ મહિલા શેવાનો વિસ્તારમાં 40 વર્ષ કરતાં વધુ સમયથી રહે છે. તેમનાં બાળકો શેવાનોમાં જ જન્મ્યાં અને મોટા થયા હતા, તેઓ શેવાનોની શાળાઓમાં જ ભણ્યાં હતાં અને કેટલાક તો હજુ પણ શેવાનો ક્ષેત્રમાં જ રહે છે. શેવાનો માત્ર 9000ની વસતી ધરાવતું એક નાનું ગામ છે.

કાર્ટરાઈટ પોતે કોની કાર આંતરે છે એ જાણતાં નહોતાં એવું કહે તે શક્ય નથી. વૃદ્ધ મહિલાની કાર શંકાસ્પદ લાગી તેવો તેમનો દાવો પણ અયોગ્ય છે. વાસ્તવમાં આ એક સચોટ ઉદાહરણ છે કે શેવાનોની પોલીસ ભારતીય ઈમિગ્રન્ટ બિઝનેસમેન દ્વારા સ્થાપિત એસઆઈએસટી સાથે કામ કરતા અથવા તેની સાથે સંકળાયેલા કે સહાનુભૂતિ ધરાવતા લોકો સાથે કેવો વ્યવહાર કરે છે.

Heidi Cartwright
Heidi Cartwright

વાસ્તવમાં શેવાનોના પોલીસ વિભાગ સહિત શહેરના અધિકારીઓ ઘણાં વર્ષથી એસઆઈએસટીના ભારતીય સ્થાપક સાથે લડી રહ્યા છે. એ લોકો વચ્ચે એક પ્રકારની સાંઠગાંઠ છે કોઈને કોઈ રીતે વારંવાર હેરાનગતિ, ધાકધમકી દ્વારા એસઆઈએસટી સાથે સંકળાયેલા કોઈપણનું જીવન મુશ્કેલ બનાવ્યા કરે છે.શું છે આ સાંઠગાંઠ?આ તમામ જર્મન છે. મોટાભાગના લ્યૂથરન છે અને થોડાક કેથોલિક છે. આ બધા વચ્ચે લ્યૂથરન તથા કેથોલિક અંતિમવાદી વિચારધારાની એક કડી જોડાયેલી છે. જે વ્યક્તિ તેમના જેવી દેખાતી ન હોય અથવા તેમનાં દેવળોમાં જતી ન હોય તેમને સમાજથી અલગ ગણે છે અને બીજા વર્ગના નાગરિક જેવો વ્યવહાર કરે છે.

કાર્ટરાઈટે એસઆઈએસટીના કર્મચારીઓને નિશાન બનાવ્યા તેનું એકમાત્ર કારણ એ જ હતું કે એસઆઈએસટીના સ્થાપક ભારતીય છે અને તેઓ ખ્રિસ્તી નથી.

હૈદી કાર્ટરાઈટ જર્મન છે. તેઓ શેવાનોમાં સેન્ટ જોન્સની લ્યૂથરન ચર્ચમાં જાય છે. પરિણામે તે માર્ટિન લ્યૂથરની અમાનુષી વિચારધારાનું સંપૂર્ણ પાલન કરે છે. આ મહિલા પોલીસ અધિકારી જ્યારે પણ વાહન જૂએ ત્યારે માર્ટિન લ્યૂથરના શબ્દો યાદ કરે છે, “હું સલાહ આપું છું કે યહુદીઓ માટે હાઈવે ઉપર સલામતીભર્યો વ્યવહાર સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે. તેમને બહાર ફરવાનો કોઈ અધિકાર નથી… મને ઘરમાં જ રહેવા દો..” માર્ટિન લ્યૂથરે જર્મનોને એવી પણ સલાહ આપી હતી કે, “(યહુદીઓને) આ દેશમાંથી હંમેશ માટે હાંકી કાઢો.”

St. James Lutheran Church in Shawano, Wisconsin
St. James Lutheran Church in Shawano, Wisconsin

શેવાનોનાં પોલીસ અધિકારી હૈદી કાર્ટરાઈટ તેમના વડવાઓની સલાહનું પૂરેપૂરું પાલન કરે છે. તેમનાં જર્મન લ્યૂથરન અંતિમવાદી મગજમાં તેઓ માને છે કે, જે લોકો જર્મન લ્યૂથરન કે કેથોલિક ન હોય તેમને શાંતિથી જવા દેવા નહીં અને વાસ્તવમાં, તેમને દેશમાંથી હાંકી કાઢવા જોઈએ. આ એકમાત્ર કારણ હતું કે તેમણે હેરાન કરવાના ઈરાદા સાથે કાર આંતરી હતી.

કાર્ટરાઈટ તેમજ શેવાનોના અન્ય અધિકારીઓએ એસઆઈએસટીના કર્મચારીઓની હેરાનગતિ કરીને તેમને ધમકાવવાનો પ્રયાસ કર્યો હોય એવો આ કંઈ પહેલો પ્રસંગ નહોતો.

2008ની 28 જાન્યુઆરીએ હૈદી થેવ્સ, થોમ્બ્રો તથા સ્ટેન્જ નામનાં ત્રણ અધિકારીઓએ શેવાનોમાં એસઆઈએસટી-ની માલિકીની

મોટેલમાં રોકાયેલા મહેમાનોની ભારે હેરાનગતિ કરી હતી. આ ત્રણે અધિકારીઓ અડધી રાત્રે એવો દાવો કરીને મોટેલમાં બળજબરીથી ઘૂસી ગયા હતા કે મોટેલમાંથી કોઈએ 9-1-1 ઉપર ફોન કર્યો હતો એટલું જ નહીં પરંતુ ફોનમાં બાળકોની ચીસો સંભળાતી હતી. પરંતુ પુરાવા દર્શાવે છે કે તે રાત્રે મોટેલમાંથી કોઈએ 9-1-1 ઉપર ફોન કર્યો જ નહતો, એટલું જ નહીં પરંતુ જેટલા મહેમાનો રોકાયા હતા તેમાંથી કોઈની પાસે બાળકો જ નહોતાં. આમછતાં ત્રણે અધિકારીઓએ આક્રમક્તાથી મકાનમાં ઘૂસીને પ્રત્યેક રૂમના દરવાજો જોરજોરથી ખખડાવ્યા હતા અને દરેક મહેમાનોને હેરાન અને ભયભીત કર્યા હતા.

એ જ રીતે 2012ની 10મી સપ્ટેમ્બરે એક વ્યક્તિએ શેવાનોમાં એસઆઈએસટી-ની માલિકીના એક્સપ્રેસ સાઉથ સ્ટેશન ખાતે 10 ડૉલરની નકલી ચલણી નોટો પધરાવી દેવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ થેવ્સે એ અપરાધીઓને બચાવ્યા હતા.

આ ઘટનાના બે જ દિવસ પછી 2012ની 10મી સપ્ટેમ્બરે શેવાનોમાં એસઆઈએસટી-ની માલિકીના સ્પિરિટ ઑફ ધ નોર્થવૂડ્સ ઑફિસના કાચના દરવાજે ડેબરા બ્રુક્સ નામની મહિલાએ તેની મોટરાઈઝ્ડ વ્હીલચેર જાણીજોઈને અથડાવી દીધી હતી. આ ઘટનાની તપાસ કરનાર અધિકારી થેવ્સ જ હતાં, પરંતુ તેમણે કદી ઘટનાની તપાસ કરી જ નહીં, એટલું જ નહીં પરંતુ કાચનો દરવાજો ઈરાદાપૂર્વક તોડીને નુકસાન કરનાર અપરાધી મહિલા સામે કોઈ પગલાં પણ લીધા નહોતાં.

2008થી શરૂ કરીને આજ સુધી થેવ્સ અને કાર્ટરાઈટ ઉપરાંત શેવાનોના તમામ પોલીસ અધિકારીઓ એસઆઈએસટીના કર્મચારીઓની હેરાનગતિ અને તેમને ધાકધમકી આપવામાં સંડોવાયેલા છે. ઑગસ્ટ 2008માં એસઆઈએસટીના સીઈઓના ધ્યાનમાં આવ્યું કે એસઆઈએસટીની માલિકીના પોન્ડેરોસમાંથી કેટલાક લોકો સાધનો અને પુરવઠાની ચોરી કરી રહ્યા છે. આ અપરાધીઓની ધરપકડ કરવાને બદલે શેવાનોના અધિકારી રાયન એટકિન્સને આક્ષેપ કર્યો કે સીઈઓ પોતાની જ પ્રોપર્ટીમાં ‘આંટાફેરા’ મારી રહ્યા હતા, અને એવું કહી તેમને જ પકડી ગયા. એ પોલીસ અધિકારીએ એસઆઈએસટીનાં માલિકના ખભાના ભાગે ભારે ઈજા પહોંચાડી, કાંડામાં ફ્રેક્ચર કરી દીધું અને પછી તેમની સારવાર કરાવવાનો પણ ઈનકાર કરી દીધો.

બીજા દિવસે લોકો રેસ્ટોરાંમાંથી તમામ કિંમતી ચીજો લૂંટીને અને મકાન સંપૂર્ણપણે નાશ કરી રહ્યા હતા ત્યારે શેવાનોનાં મહિલા મેયર લોર્ન માર્કરના માર્ગદર્શન હેઠળ શેવાનોના તમામ પોલીસ અધિકારીઓ એસઆઈએસટીના કર્મચારીઓની સામે શસ્ત્રો તાકીને ઊભા રહી ગયા હતા.

એસઆઈએસટીની મિલકતોનો નાશ કરનારાઓને ઉશ્કેરવા માટે મુખ્યત્વે જવાબદાર તેમજ એસઆઈએસટીના કર્મચારીઓની હેરાનગતિ અને તેમને ધમકાવવા માટે જવાબદાર માર્કર 2002થી મેયર તરીકેનો હોદ્દો ધરાવતી હતી અને તે ઝિઓન લ્યૂથરન ચર્ચની સભ્ય છે.

માર્કરે 2016માં મેયરપદ જેની ક્રોન્સને સોંપ્યું હતું જે સેન્ટ જેમ્સ લ્યૂથરન ચર્ચની સભ્ય છે. આ એ જ ચર્ચ છે જ્યાં કાર્ટરાઈટ નિયમિત જાય છે. ક્રોન્સે માર્કર દ્વારા એસઆઈએસટી અને તેના ભારતીય સ્થાપક વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી લડાઈ આગળ વધારી છે.

માર્કરે પોતાની નિવૃત્તિ પહેલાં વિસ્કોન્સિનના એમિનન્ટ ડોમેન તથા આરડીએ કાયદાનો દૂરુપયોગ કરીને એસઆઈએસટીની મિલકતો લૂંટી લેવા માટે ફોન્ડ દ લેકના રહેવાસી એડી શેપાર્ડની મદદ લીધી હતી. એ સમયથી જ એ લોકોએ નાણાંકીય હુમલા વધારી દીધા છે. તેઓ પોતાના અગાઉના અપરાધના પુરાવા ઢાંકી દેવા માટે પોન્ડેરોસાને જમીનદોસ્ત કરવામાં સફળ રહ્યા છે. હવે શેવાનોમાં 214 સાઉથ મેઈન ખાતે આવેલા એસઆઈએસટીની માલિકીના વધુ એક મકાનને નિશાન બનાવી રહ્યા છે. તેમનો ઈરાદો આ મકાન તેમના પોતાના ઉપયોગ માટે આંચકી લેવાનો છે.

Lorna Marquardt
Lorna Marquardt

એ મિલકતમાં માર્કરે કોઈને મોકલીને ઘૂસણખોરી કરાવી અને મકાનને નુકસાન પહોંચાડ્યું. ત્યારપછી ક્રોન્સે હોદ્દો સંભાળ્યા બાદ મકાનના નિરીક્ષણ માટે બિલ્ડિંગ ઈન્સ્પેક્ટરને મોકલ્યા. ત્યારપછી આરડીએની કામગીરીના ઈન્ચાર્જ સિટી એડમિનિસ્ટ્રેટર શેપાર્ડે માગણી કરી કે એસઆઈએસટીએ મકાન રિપેર કરાવવું જોઈએ. રિપેર કરાવવા માટે તેમને પરવાનગી પણ આપી અને પછી એ પરવાનગી પાછી ખેંચી લીધી. અને માગણી કરી કે એસઆઈએસટીએ મકાન અંગેના નાણાકીય દસ્તાવેજો સોંપવા પડશે તો જ પરવાનગી મળશે. આટલું કર્યા પછી એ અધિકારીઓએ પ્રજા સમક્ષ એવું જાહેર કર્યું કે એસઆઈએસટી મકાન રિપેર કરાવવાનો ઈનકાર કરે છે. હવે પહેલી દેખીતી રીતે વાત સ્પષ્ટ હતી સે માર્કર, ક્રોન્સ અને શેપાર્ડ જરાય ઈચ્છતા જ નહોતા કે એસઆઈએસટી એ મકાનનું કામ હાથમાં લે. એ અધિકારીઓ હવે એ મકાન શહેરી સત્તાવાળાઓને સાવ નજીવી રકમમાં વેચી દેવા માટે એસઆઈએસટી ઉપર દબાણ કરી રહ્યા છે.

Martin Luther
Martin Luther

માર્ટિન લ્યૂથરની વિચારધારાને માનનારા લોકો આવી ગંદી રમતો રમે છે. એટકિન્સન, કાર્ટરાઈટ, થેવ્સ, માર્કર, ક્રોન્સ તથા શેપાર્ડ એ બધા જ શેવાનો સમુદાય ઉપર તેમનાં જર્મન લ્યૂથરન અંતિમવાદી વિચારો જાળવવામાં ભૂમિકા ભજવે છે. એક ચોક્કસ શિક્ષિત મશીનની જેમ આ લોકો આગળ વધતા જાય છે અને દમનકારી નીતિઓથી તમામ વિરોધીઓને કચડી નાખે છે. માત્ર એટલા જ કારણે કે એસઆઈએસટીના સ્થાપક ભારતીય છે અને ખ્રિસ્તી નથી તેથી આ લોકો માને છે કે તેમને રહેવાનો અને તેમના સમુદાયની વચ્ચે બિઝનેસ કરવાનો અધિકાર નથી. દરમિયાન, આ એ જ દમનકારી અપરાધીઓ છે જેઓ ભારતમાં મિશનરીઓ મોકલીને મિત્રતાનો ડોળ કરે છે.

ભારતમાં રહેતા લોકોએ અહીં અમેરિકામાં શું બની રહ્યું છે તેના ઉપર ધ્યાન આપવા જેવું છે. આ એ જ લ્યૂથરન અને કેથોલિક જર્મન નાગરિકો છે જેઓ ભારતમાં માનવીય સહાયના નામે પ્રવેશ કરીને હૉસ્પિટલો, સ્કૂલોની સ્થાપના કરે છે તેમજ અન્ય “સારા માનવીય કૃત્યો” કરતા હોવાનો ડોળ કરે છે.

Harvesting souls in India
Harvesting souls in Bharat

આ ચેતવણી છેઃ

માનવીય સહાયના અંચળા હેઠળ એ લોકો યુવાન, યુવતીઓ, બાળકો, કુદરતી સ્રોતો તેમજ અન્ય તમામ પ્રકારની સંપત્તિ સહિત ભારતના અત્યંત કિંમતી સ્રોતોને લૂંટવાની યોજના બનાવતા હોય છે. આ લોકોએ જે રીતે વિસ્કોન્સિનમાં સ્થાનિક પ્રજા સાથે કર્યું છે એ જ રીતે મિશનરીઓ શક્ય તમામ રીતે ભારતને બરબાદ કરવાની યોજના ધરાવે છે.

ભારતીય નાગરિકોએ એ સમજવાની જરૂર છે કે આ એ જ જર્મન લ્યૂથરન અને કેથોલિકો છે જેમણે જર્મનીમાં લાખો યહુદીઓની હત્યા કરી હતી. કહેવાય છે કે 60 લાખ યહુદી માર્યા ગયા હતા, પરંતુ કેટલાક સંશોધકોનું કહેવું છે કે મૃતકોની સંખ્યા 280 લાખની હતી. આ એ જ ખ્રિસ્તી અંતિમવાદીઓ અમેરિકાને ભારત સમજીને આવી પહોંચ્યા હતા અને લાખોની સંખ્યામાં મૂળ અમેરિકી નાગરિકોની હત્યા કરી દીધી હતી. અહીં લગભગ બે કરોડ લોકો માર્યા ગયા હતા, પરંતુ કેટલાક સંશોધક ઈતિહાસકારોનું કહેવું છે કે મૃતકોની સંખ્યા 15 કરોડ હતી.

જે રીતે બ્રિટિશરો મૈત્રીના નામે ભારત પહોંચ્યા હતા અને બળજબરીથી કબજો કરીને તેમની પોતાની વ્યવસ્થા લાગુ કરી હતી, એ જ રીતે હાલ ખ્રિસ્તી મિશનરીઓ ભારત વિરુદ્ધ કાવતરુ કરી રહ્યા છે. તેમના ઈરાદા ઘાતક છે, પણ હાલ તેમનાં જે પગલાં છે તે પડદા પાછળ છૂપાયેલા છે. ભારતે જાગી જવાની અને સમજી લેવાની જરૂર છે કે તેમના ઉપર જોખમ તોળાઈ રહ્યું છે. જે રીતે આ ઝેરીલા જર્મન લ્યૂથરન અને કેથોલિકો એસઆઈએસટીના ભારતીય સ્થાપકને નિશાન બનાવી રહ્યા છે એ જ રીતે એ લોકો ભારતને પણ નિશાન બનાવવા તાકીને બેઠા છે. આ બાબત દીવાલ ઉપર લખાઈ ચૂકી છે, સવાલ માત્ર સમયનો છે.

— ચંદા સિંધી
(લેખનો ગુજરાતી અનુવાદઃ અલકેશ પટેલ દ્વારા)


(આ લેખ સૌપ્રથમ inapress.org માં પ્રકાશિત થયો હતો અને લેખકની મંજૂરીથી અહીં પુનઃ પ્રકાશિત કરવામાં આવ્યો છે)

About the Author

Web Desk
Content from other publications, blogs and internet sources is reproduced under the head 'Web Desk'. Original source attribution and additional HinduPost commentary, if any, can be seen at the bottom of the article.