‘ધ વાયર’ જેવા હિન્દુ વિરોધી, ભારત વિરોધી મીડિયાનું સંચાલન કોણ કરે છે અને નાણાં કોણ આપે છે?

લેખોની આ શ્રેણીમાં આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે નીતિગત રીતે હિન્દુ વિરોધી અહેવાલોનો મારો ચલાવતાં નવાં અને પ્રસ્થાપિત મીડિયા હાઉસીસનું સંચાલન કયા લોકો કરે છે અને તેમને નાણાં કોણ પૂરા પાડે છે. અને જ્યાં હિન્દુ વિરોધી મુદ્દો ન હોય ત્યાં ભારત વિરોધી અને તેમાંય ખાસ કરીને ‘ભારત માતા કી જય’ બોલનારા લોકો વિરોધી અહેવાલ પ્રકાશિત કરવાનું આ લોકો ચૂકતા નથી.

હિન્દુ વિરોધી મીડિયા જગતમાં ઝડપથી આગળ વધી રહેલું નામ છે ધ વાયર (www.thewire.in). 2015માં સિદ્ધાર્થ વરદરાજન, સિદ્ધાર્થ ભાટિયા અને એમ કે વેણુ દ્વારા સ્થાપિત ધ વાયર નું પ્રકાશન ફાઉન્ડેશન ફૉર ઈન્ડિપેન્ડન્ટ જર્નાલિઝમ (એફઆઈજે) નામની બિન-નફાકારક કંપની કરે છે.

ધ વાયર નું સંચાલન કોણ કરે છેઃ

સૌથી પહેલા ધ વાયરના સ્થાપકો કોણ છે તે જાણો – સિદ્ધાર્થ વરદરાજનઃ ભારતીય મૂળના અમેરિકન નાગરિક, જેઓ પહેલાં ધ હિન્દુ અખબારના તંત્રી હતા. એ અખબાર માર્ક્સવાદી-માઓવાદી વિચારધારાને વરેલું હોવાથી હિન્દુ વિરોધી અભિગમ માટે જાણીતું છે. દિલ્હીની લુટિયન્સ છાવણીમાં વરદરાજન જાણીતા મોદી-વિરોધી છે. તેમના ભાઈ તુંકુ વરદરાજન અમેરિકાસ્થિત લેખક અને પત્રકાર છે અને તેઓ પણ હિન્દુ વિરોધી ઝેર ઓકવા માટે જાણીતા છે.  તેનાં પત્ની નંદિની સુંદર દિલ્હી યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક છે અને તેઓ માઓવાદી ત્રાસવાદીઓ સાથે ગાઢ સંપર્ક ધરાવતાં હોવાનો તેમના પર આક્ષેપ છે.

સિદ્ધાર્થ ભાટિયા મુંબઈસ્થિત પત્રકાર-લેખક છે. તે ટ્વિટર ઉપર વારંવાર ‘સંઘી માઈન્ડ’ જેવો શબ્દપ્રયોગ કરે છે અને કેલિફોર્નિયામાં ઈતિહાસનાં પુસ્તકમાં હિન્દુ ધર્મનું અપમાન કરવામાં આવે અથવા યુકેના શાસકો ધાર્મિક સમુદાયોને એકબીજા સામે લડાવી મારવાની દાનત ધરાવતો કાસ્ટ ડિસ્ક્રિમિનેશન ખરડો દાખલ કરે ત્યારે આ ભાટિયા ખૂબ ખુશ થાય છે. એમ.કે. વેણુ પણ ધ હિન્દુના ભૂતપૂર્વ પત્રકાર છે. નીરા રાડિયા ટેપ પ્રકરણ વખતે તેમનું નામ રાષ્ટ્રીય સ્તરે ચગ્યું હતું. યુપીએના શાસન વખતના એ પ્રકરણમાં ભ્રષ્ટ પત્રકારો-કૉર્પોરેટ
જગત-રાજકારણીઓ અને અધિકારીઓની સાંઠગાંઠ ખુલ્લી પડી હતી. એનડીટીવીને મળેલા શંકાસ્પદ ભંડોળમાં પણ વેણુની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે અને એનડીટીવીના આ શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની તપાસ ચાલુ જ છે.

શું ધ વાયર સંતુલિત છે?

હવે આપણે ધ વાયરના એ દેવાની તટસ્થ ચકાસણી કરીએ જેમાં તે કહે છે કે પોતે મુક્ત અને સ્વતંત્ર પત્રકારત્વ કરે છે. અમે ધ વાયર ઉપર 26 અને 27 જુલાઈએ પ્રકાશિત થયેલા ભારતને લગતા 24 લેખની સમીક્ષા કરી – આ યાદીમાં પીટીઆઈ જેવી સમાચાર સંસ્થાઓ
પ્રસારિત કરેલા લેખોનો સમાવેશ થતો નથી.

અમારી તપાસનાં તારણો નીચેના ગ્રાફ ઉપરથી સમજી શકાશે –

26 અને 27 જુલાઈ, 2017 દરમિયાન ‘ધ વાયર’ના લેખોની સમીક્ષાઃ

સમીક્ષા કરવામાં આવેલા પ્રત્યેક લેખની વિગતવાર ટિપ્પણી માટે analysis sheet જૂઓ. કોઈપણ સવાલ માટે અમને [email protected] ઉપર ઈમેલ કરો.

ધ વાયર ના કવરેજનાં અન્ય ઉદાહરણો – મોદી સરકારના કોઈપણ પગલાં અંગે હકારાત્મક અથવા સંતુલિત રિપોર્ટિંગનો લગભગ સદંતર અભાવ, મમતા બેનરજીના તેમની મુસ્લિમ વોટબેંકને ખુશ કરવા માટેનાં પગલાં અંગે સદંતર મૌન (એથી વિરુદ્ધ એ અંગેના લેખોમાં ભાજપ ઉપર પશ્ચિમ બંગાળ રાજ્યમાં ‘કોમવાદ’ ફેલાવવાના આક્ષેપ મુકવામાં આવે છે), કેરળમાં રાજકીય વિરોધને ચૂપ
કરી દેવાની સીપીએમની હિંસક પ્રવૃત્તિઓની ઉપેક્ષા (એક લેખમાં તો તેને ‘બહુમતીવાદી હિંસા’ તરીકે ઓળખાવવામાં આવી અને મુખ્યપ્રધાન પિનારી વિજયન દ્વારા જે સામ્યવાદી વિચારધારા ફેલાવવામાં આવે છે તેને દોષમુક્ત જાહેર કરી દેવામાં આવે છે), જમ્મુ અને કાશ્મીરમાં 27 વર્ષથી ચાલતી આતંકવાદ વિરોધી લડાઈમાં જે નાગરિકોના મૃત્યુ થાય છે તેને તથા કાશ્મીરી પંડિતોના
મોટાપાયે હત્યાકાંડને એક ગણવો, વગેરે.

ધા વાયર ને ભંડોળ કોણ આપે છે?

એવું કહેવાય છે કે પ્રારંભમાં ત્રણ સ્થાપકોએ રૂ. 2-2 લાખ કાઢીને આ સાહસ શરૂ કર્યું હતું. ત્યારપછી એફઆઈજે (ધ વાયર નું પ્રકાશન કરનાર બિન-નફાકારક કંપની)એ જુલાઈ 1, 2015ના રોજ બેંગલુરુસ્થિત જાહેર ચેરીટેબલ ટ્રસ્ટ ઈન્ડિપેન્ડન્ટ એન્ડ પબ્લિક સ્પિરિટેડ મીડિયા ફાઉન્ડેશન (ipsmf.org) ને ગ્રાન્ટ માટે અરજી કરી. એફઆઈજે-ને આઈપીએસએમએફ તરફથી રૂ. 1.95 કરોડની ગ્રાન્ટ મળી જે ઑગસ્ટ 2016થી શરૂ થઈ. રૂ. 1.75 કરોડનો બીજો હપ્તો માર્ચ 2017માં મળ્યો, તે સાતે આઈપીએસએમએફ તરફથી મળેલા ભંડોળની રકમનો આંક રૂ. 3.7 કરોડ થયો.

ધ વાયરના સાયન્સ કવરેજને રોહન મૂર્તિ દ્વારા વિશેષ વ્યવસ્થા હેઠળ સૌપ્રથમ ડિસેમ્બર 2015માં રૂ. 50 લાખનું ભંડોળ આપવામાં આવ્યું અને ત્યારબાદ બીજી એટલી જ રકમ મે 2017માં આપવામાં આવી.

સાઈટનો દાવો છે કે તેને વ્યક્તિગત વાચકો તેમજ કેટલાક શુભેચ્છકો તરફથી પણ દાન મળે છે.

આઈપીએસએમએફ-નો દાવો ભારતીય પત્રકારત્વમાં પ્રજાલક્ષી તથા સામાજિક રીતે અસરકારક અહેવાલોને સહાય કરવાનો દાવો કરે છે. તેના ટ્રસ્ટીઓમાં આ લોકો છે –

1.) આશિષ ધવન – વ્યક્તિગત મૂડી રોકાણકાર અને દાનવીર. તેઓ હાર્વર્ડ અને યેલમાં ભણેલા છે. સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશનના સ્થાપક છે. આ સંસ્થા ગ્રાન્ટ-મેકિંગ સંસ્થા તથા નીતિ વિષયક થિંકટેંક છે જે ભારતમાં શિક્ષણની ગુણવત્તાને પરિવર્તિત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે અશોક યુનિવર્સિટી નામે લિબરલ આર્ટ્સ યુનિવર્સિટી શરૂ કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. તેઓ કેટલીક બિન-નફાકારક સંસ્થાઓના બોર્ડમાં સેવા આપે છે જેમ કે – આકાંક્ષા ફાઉન્ડેશન, 3.2.1 એજ્યુકેશન ફાઉન્ડેશન, ટેક ફૉર ઈન્ડિયા, સેન્ટર ફૉર સિવિલ સોસાયટી, જનાગ્રહ (જે ઓમિદાયર નેટવર્ક સાથે સંપર્કો ધરાવે છે), ઈન્ડિયા સ્કૂલ લિડરશીપ ઈન્સ્ટિટ્યૂટ તથા ભારતી
ફાઉન્ડેશન.

2.) સીબી ભાવે – ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ફૉર હ્યુમન સેટલમેન્ટ્સ (આઈઆઈએચએસ)ના અધ્યક્ષ તથા સેબી અને એનએસડીએલના ભૂતપૂર્વ અધ્યક્ષ.

3.) ડૉ. રામચંદ્ર ગુહા – ઈતિહાસકાર અને લેખક. તે આરએસએસ વિરોધી આકરા અભિપ્રાયો અને સામે નહેરુ તરફી અભિપ્રાયો માટે જાણીતા છે.

4.) ટીએન નિનાન – બિઝનેસ સ્ટાન્ડર્ડના ચેરમેન અને એડિટોરિયલ ડિરેક્ટર. આ અખબાર ખૂબ મોટા પ્રમાણમાં મોદી/સંઘ વિરોધી લેખો પ્રકાશિત કરવા માટે જાણીતું છે.

આઈપીએસએસએફ-નો દાવો છે કે તેને ડઝન કરતાં વધુ વ્યક્તિઓ અને સખાવતી સંસ્થાઓ તરફથી ડોનેશન મળે છે. તેમનો દાવો છે કે દાતાઓ ઈચ્છે છે કે ફાઉન્ડેશન દ્વારા ભંડોળ અંગે લેવાતા નિર્ણયોમાં તેમનો કોઈ પ્રભાવ ન હોવો જોઈએ અને તેમણે ટ્રસ્ટીઓને
આઈપીએસએમએફને સ્વતંત્ર સંસ્થા તરીકે ચલાવવા છૂટ આપી છે. ઉપરાંત, ધ વાયર દ્વારા પણ એવી કાનૂની સૂચના મૂકવામાં આવેલી છે કે આઈપીએસએમએફ સંસ્થા એફઆઈજે દ્વારા તેમની વેબસાઈટ thewire.in અથવા તેના અન્ય કોઈ મંચ ઉપર પ્રકાશિત સામગ્રી માટે કોઈ કાનૂની કે નૈતિક જવાબદારી લેતી નથી. આઈપીએસએમએફ દાતાઓના નામ આ પ્રમાણે છે –

1. આમિર ખાન

2. અઝીમ પ્રેમજી ફિલેન્થ્રોપિક ઈનિશિયેટિવ્સ પ્રાઈવેટ લિમિટેડ (વિપ્રોની સખાવતી શાખા)

3. સાયરસ ગુઝદર (લોજિસ્ટિક્સ, કુરિયર બિઝનેસ માંધાતા)

4. સુશ્રી કિરણ મજુમદાર-શૉ (બાયોકોનનાં અધ્યક્ષ)

5. લાલ ફેમિલી ફાઉન્ડેશન

6. મનિપાલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ગ્રુપ ઈન્ડિયા પ્રા. લિ. (જેનું નેતૃત્વ સીઈઓ અને એમડી રંજન પાઈ કરે છે. સાથે મોહનદાસ પાઈ એક ગ્રુપ કંપનીમાં બોર્ડના ચેરમેન છે)

7. પિરામલ એન્ટરપ્રાઈસ લિમિટેડ (વિશાળ દવા કંપની)

8. પિરોજશા ગોદરેજ ફાઉન્ડેશન (ગોદરેજ જૂથનું સખાવતી ટ્રસ્ટ)

9. ક્વોલિટી ઈન્વેસ્મેન્ટ પ્રા. લિ. (મુંબઈસ્થિત મૂડીરોકાણ કંપની)

10. સુશ્રી રોહિણી નિલેકણી (ઈન્ફોસિસના સ્થાપક અને કોંગ્રેસ પક્ષના સભ્ય નંદન નિલેકણીનાં પત્ની)

11. રોહિન્ટન અને અનુ આગા ફેમિલી ડિસ્ક્રિશનરી નં.2 ટ્રસ્ટ (ઊર્જા અને પર્યાવરણ એન્જિનિયરિંગ બિઝનેસ – થેરમેક્સ લિ. ની ચેરિટી શાખા)

12. શ્રી નટરાજ ટ્રસ્ટ (ચેન્નઈસ્થિત સ્વૈચ્છિક સંસ્થા જેની શરૂઆત કોગ્નિઝન્ટ ટેકનોલોજીસના ભૂતપૂર્વ સીઈઓ લક્ષ્મી નારાયણ દ્વારા કરવામાં આવી હતી. આ એનજીઓ ઈસ્કોનને પણ દાન આપે છે)

13. તેજસકિરન ફાર્માકેમ ઈન્ડ. પ્રા. લિ. (મુંબઈસ્થિત કેમિકલ ઉત્પાદન કંપની. તેનું રજિસ્ટ્રેશન સરનામું પણ એ જ સ્થળે છે જ્યાં ક્વોલિટી ઈન્વેસ્ટમેન્ટ પ્રા. લિ. નું છે)

14. ઉનિમેદ ટેકનોલોજીસ લિ. (ગુજરાતસ્થિત ફાર્મા કંપની)

15. વિદિતી ઈન્વેસ્ટમેન્ટ પ્રા. લિ. (આ પણ વધુ એક મૂડીરોકાણ કંપની છે જેનું સરનામું એ જ સ્થળ છે જ્યાં ક્વોલિટી ઈન્વેસ્ટમેન્ટ પ્રા. લિ. નું છે)

આમ, આમિર ખાન ઉપરાંત આઈપીએસએમએફને જે બિઝનેસ તથા ઉદ્યોગકારો તરફથી ભંડોળ મળે છે તેમાં ટેકનોલોજી, ફાર્મા, ફાઈનાન્સ, ઉત્પાદન, શિક્ષણ વગેરે ક્ષેત્રોનો સમાવેશ થાય છે. શું આ લોકોને જાણ છે ખરી કે ધ વાયર બિઝનેસ વિરોધી, સામ્યવાદ તરફી, હિન્દુ વિરોધી અને અસંતુલિત પત્રકારત્વનો પ્રચાર કરે છે?

શું ભારતસ્થિત મોટા ઉદ્યોગોની એ ફરજ નથી કે માધ્યમોમાં હિન્દુઓને યોગ્ય અને સાચું પ્રતિનિધિત્વ મળે તે જોવું? કે પછી એવું છે કે ગુહા જેવા બૌદ્ધિક કહેવાતા લોકોના હિન્દુ વિરોધી વિચારો અને સામાજિક પ્રભાવ આપણા ઉદ્યોગપતિઓ ઉપર હાવી થઈ ગયો છે જેઓ ધ વાયર જેવા માધ્યમોને કંઈ જોયા-વિચાર્યા વિના નાણાકીય સહાય કર્યા કરે છે જે વાસ્તવમાં વિનાશક એવા નહેરુ/ઈન્દિરા/સોનિયાના પ્રભાવ હેઠળ સ્થગિત, સમાજવાદી, અધિકારવાદી અર્થતંત્ર તરફ પરત લઈ દવા માગે છે?

(લેખનો ગુજરાતી અનુવાદઃ અલકેશ પટેલ દ્વારા)


શું આ લેખ તમને ગમ્યો? અમે બિન નફાકારક સંસ્થા છીએ. ઉદારપણે દાન કરીને અમારા પત્રકારત્વ માટે ચૂકવણી કરવામાં મદદ કરો.